ધોરણ -7 સામયિક મૂલ્યાંકન પુન: કસોટી સપ્ટેમ્બર -2020
ગુજરાતી
પ્રશ્ન : 1. ‘કોરોના મહામારી ‘ વિશે દસ-બાર વાક્યોમાં નિબંધ લખો . (5)
પ્રશ્ન : 2. જાહેરાતનું વાંચન કરી નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. (5)
1. સાહિત્ય મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?(અ) યુનિવર્સિટી કેમ્પસ,અમદાવાદ (બ) યુનિવર્સિટી કેમ્પસ,ગાંધીનગર
(ક) યુનિવર્સિટી કેમ્પસ,વડોદરા (ડ) યુનિવર્સિટી કેમ્પસ,પાટણ
2. વિભાગ-3 માં આપેલ સાહિત્ય વિશે વ્યાખ્યાનનો લાભ લેવા માટે કઈ તારીખે કેટલા સમયે તમારે ત્યાં પહોંચવું જોઈએ ?
(અ) તારીખ:7, 9:00 કલાકે (બ) તારીખ : 9, 4:00 કલાકે (ક) તારીખ:8,4:00 કલાકે (ડ)તારીખ:7,4:00 કલાકે
3. આપેલ શબ્દો માટેના ગુજરાતી શબ્દો જાહેરાતમાંથી શોધીને લખો
નોવેલ, લેકચર, ફેર
4. ધોરણ-7 ના વિદ્યાર્થીઓને કયા વિભાગમાં વધારે રસ પડશે ?
5. નીચેનામાંથી જે સાહિત્ય વિશે વ્યાખ્યાન આયોજિત કર્યું ના હોય તે વિકલ્પ શોધીને લખો .
1. નવલકથા-બાળવાર્તા 2. બાળવાર્તા-લોકસાહિત્ય
3. લોકસાહિત્ય-નિબંધસાહિત્ય 4. નિબંધસાહિત્ય -કવિતા
(અ) 1 અને 2 (બ) 1 અને 3 (ક) 3 અને 4 (ડ) 2 અને 4
પ્રશ્ન : 3 આપેલાં વિધાનો માટેના જવાબો કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી શોધીને લખો. (5)
(સૌભાગ્યવતી, મલપતું , ઠઠારો, અનિમેષ, ટહુકવું, ગહેકવું, વાછંટ, અસહ્ય, ધણ, પ્રાયશ્ચિત )
1. સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલવું તે.-____________________________.
2. ગાયોનું ટોળું.-______________________.
3. ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતું.-_________________________________.
4. કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવાની પ્રવૃતિ-___________________.
5. જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી -___________________________.
6. ન પ્રવેશવાની જગ્યાએ પણ પવનની ગતિ સાથે પ્રવેશી જતા વરસાદના છાંટા -____________________.
7. સહી ન શકાય તેવું-____________
8. આનંદની મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું.-______________________________.
9. મટકું માર્યા વગર જોઈ રહેવું .-______________________.
10. સામાને આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ - ______________________.
પ્રશ્ન : 4 વિરામચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો . (5) છેક એમની પાસે સરીને મેં કહ્યું છોકરા તારું નામ અવિશ્વાસભરી રીતે એ મારી જોઈ રહ્યો અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું છોકરા તેં જલેબી ખાધી એ તો મેં જોઈ દાળિયા ખાધા એ પણ જોયું પણ તારું નામ તો બોલ
પ્રશ્ન : 5 નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો .
1. કોવિડ-19ની મહામારી વખતે સુરક્ષિત રહેવા તમે કેવી તકેદારી રાખશો ? (02)
2. અપરિગ્રહ એટલે શું ? સમજાવો ? (02)
3. ‘જીવનપાથેય’ એટલે શું ? (01)

No comments:
Post a Comment