ધોરણ -6 સામયિક મૂલ્યાંકન પુન: કસોટી સપ્ટેમ્બર-૨૦૨૦ વિષય : ગુજરાતી

 ધોરણ -6      સામયિક મૂલ્યાંકન પુન: કસોટી સપ્ટેમ્બર-૨૦૨૦  

   વિષય : ગુજરાતી


  પ્રશ્ન : 1  આપેલ શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો.                                                            (5)

       (કારજ, સોંસરો, સંધિયા, વરહ, હટાણું)

             ‘સાંભળો ભાઈઓ.. _________ દિ’મોર્યની વાત છે. કહળસંગભૈ ધંધૂકે _________ કરી ગાડું લઈને ગામમાં આવતા હતા. ઈ વખતે બજાર ________ હું કપાસિયાનો કોથળો લઈને ઇમના ગાડામાં મૂકવા ગયો તે દિ’ ઇમના પાણિયાળા _________ બળદો ઝાલ્યા નહોતા રિયા, ઈમ ઈમના બાપુના _______ટાણે કાગળ લખતાં લખતાં મારી લેખણ ઝાલી નો રઈ. બઉ તાણી ઝાલી ખમ માને તો ને…. ?

પ્રશ્ન : 2  પ્રશ્નોના જવાબ લખો .                                                                                                  (5)

1.      ‘મૂકસેવક’ એટલે શું ?

2.      ‘આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે’ એટલે શું ?

3.      ‘સ્વયં સેવક’ એટલે કેવો સેવક ?

4.      સીમ શા માટે સાદ કરે છે ?

5.       ‘જીવનધર્મ’ એટલે શું ?

પ્રશ્ન : 3  આપેલ પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખો.                                                                    (5)

1.       તમને રસ્તા પરથી રૂપિયા ભરેલી થેલી મળે તો ….

2.      તમારા મનપસંદ શિક્ષક તમને રસ્તામાં મળે તો ....

3.      તમે રાત્રે સૂતા હોવ અને ઘરમાં ચોર ઘૂસી આવે તો ….

4.      તમારા ઘરે અચાનક સાપ આવી જાય તો….

5.      રમતાં રમતાં તમારા મિત્રો ઝગડી પડે તો ….   

પ્રશ્ન : 4  સૂચના પ્રમાણે લખો .                                                                                                     (5)

1.      શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. (02)

(અ)  નાનપ, મહિમાવંતું  (બ) બાજરો,કપાસ

2.      લીટી  દોરેલ શબ્દના સ્થાને ગુજરાતી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. (01)

·         મને મારી શાળાના બગીચાની લૉન પર ખુલ્લા પગે ચાલવું ખૂબ ગમે છે

3.      વિરુદ્ધ અર્થ આપતા શબ્દો લખો. – સ્વદેશ , ગેરહાજર (02)

પ્રશ્ન : 5 શિયાળાની સવાર વિશે પાંચ વાક્યો લખો.  (5)


No comments:

Post a Comment