ધોરણ-૮ સામાયિક મૂલ્યાંકન પુન: કસોટી સપ્ટેમ્બર-૨૦૨૦ વિષય : ગુજરાતી
ધોરણ-૮ સામાયિક મૂલ્યાંકન પુન: કસોટી સપ્ટેમ્બર-૨૦૨૦
વિષય : ગુજરાતી
પ્રશ્ન : ૧. નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ લખો.
1. ‘મા તે મા’ સંદર્ભે માતાનું મહત્વ સમજાવો ? (૩)
2. જુમા અને વેણુ વચ્ચેની દોસ્તીને તમારા શબ્દોમાં વર્ણવો ? (૨)
પ્રશ્ન : ૨ નીચે આપેલી કાવ્ય પંક્તિ વાંચી પ્રશ્નોના જવાબ આપો .
ધૂળિયે મારગ કૈંક મળે જો, આપણા જેવો સાથ,
સુખ દુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.
ખુલ્લા ખેતર અડખે પડખે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયા માટે દોડતાં એમાં જીવતાં જો ને, પ્રેત !
માનવી ભાળી અમથું – અમથું આપણું ફોરે વ્હાલ ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !
1. ‘ધૂળિયે મારગ’ એટલે કેવો મારગ ?આ માર્ગે ચાલવા કવિ કેમ કહે છે ?
2. ગામડાનો શું લાભ છે ?
3. અંહી ‘પ્રેત’ કોને કહ્યા છે ?
4. સમાન પ્રાસ ધરાવતા શબ્દોની બે જોડ શોધીને લખો.
પ્રશ્ન : ૩ માંગ્યા મુજબ કરો.
1. અમીર, તવંગર, દિરદ્ર, ધનિક (જુદો પડતો શબ્દ દૂર કરો) (૧)
2. શ્રીમંતોને ઘેર મખમલી આસન જ્યારે ગરીબોને ઘેર પાથરવા __________. (૧)
(અ) શાલ નથી (બ) ગોદડી નથી (ક) પાથરણા પણ નથી
3. ઈશ્વર કૃપાળુ છે .(વિશેષણ ઓળખી તેની નીચે લીટી દોરી તેને આધારે નવું વાક્ય બનાવો. (૧)
4. ‘ઇક’ પ્રƗયય લગાવી શબ્દ બનાવો. (૧)
સમાજ_______ ધર્મ_________
5. નીચેના શબ્દોના અર્થ લખો . (૧)
ઉદર_________ ઉંદર ___________
પ્રશ્ન : ૪ નીચે આપેલ વાકયોનું કર્તરી, કર્મણિ, ભાવે અને પ્રેરક વાક્યમાં વર્ગીકરણ કરો. (૫)
1. રમેશ કસરત કરવા ગયો .
2. ઇલાથી બૂમ પડાઈ.
3. મેહુલથી ફૂલનું ચિત્ર દોરાયું.
4. શિક્ષક વિદ્યાર્થીના હાથમાં પેન અપાવે છે.
5. કોઈ આંખ વગર જોઈ શકે ખરું ?
પ્રશ્ન : ૫ તમારી શાળામાં ઉજવાયેલ પ્રજાસત્તાક દિન વિશે આઠ- દશ લીટીમાં અહેવાલ તૈયાર કરો. (૫)