Showing posts with label STD 6 SEM 1 GUJARATI. Show all posts
Showing posts with label STD 6 SEM 1 GUJARATI. Show all posts

ધોરણ -6 સામયિક મૂલ્યાંકન પુન: કસોટી સપ્ટેમ્બર-૨૦૨૦ વિષય : ગુજરાતી

 ધોરણ -6      સામયિક મૂલ્યાંકન પુન: કસોટી સપ્ટેમ્બર-૨૦૨૦  

   વિષય : ગુજરાતી


  પ્રશ્ન : 1  આપેલ શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો.                                                            (5)

       (કારજ, સોંસરો, સંધિયા, વરહ, હટાણું)

             ‘સાંભળો ભાઈઓ.. _________ દિ’મોર્યની વાત છે. કહળસંગભૈ ધંધૂકે _________ કરી ગાડું લઈને ગામમાં આવતા હતા. ઈ વખતે બજાર ________ હું કપાસિયાનો કોથળો લઈને ઇમના ગાડામાં મૂકવા ગયો તે દિ’ ઇમના પાણિયાળા _________ બળદો ઝાલ્યા નહોતા રિયા, ઈમ ઈમના બાપુના _______ટાણે કાગળ લખતાં લખતાં મારી લેખણ ઝાલી નો રઈ. બઉ તાણી ઝાલી ખમ માને તો ને…. ?

પ્રશ્ન : 2  પ્રશ્નોના જવાબ લખો .                                                                                                  (5)

1.      ‘મૂકસેવક’ એટલે શું ?

2.      ‘આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે’ એટલે શું ?

3.      ‘સ્વયં સેવક’ એટલે કેવો સેવક ?

4.      સીમ શા માટે સાદ કરે છે ?

5.       ‘જીવનધર્મ’ એટલે શું ?

પ્રશ્ન : 3  આપેલ પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખો.                                                                    (5)

1.       તમને રસ્તા પરથી રૂપિયા ભરેલી થેલી મળે તો ….

2.      તમારા મનપસંદ શિક્ષક તમને રસ્તામાં મળે તો ....

3.      તમે રાત્રે સૂતા હોવ અને ઘરમાં ચોર ઘૂસી આવે તો ….

4.      તમારા ઘરે અચાનક સાપ આવી જાય તો….

5.      રમતાં રમતાં તમારા મિત્રો ઝગડી પડે તો ….   

પ્રશ્ન : 4  સૂચના પ્રમાણે લખો .                                                                                                     (5)

1.      શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. (02)

(અ)  નાનપ, મહિમાવંતું  (બ) બાજરો,કપાસ

2.      લીટી  દોરેલ શબ્દના સ્થાને ગુજરાતી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. (01)

·         મને મારી શાળાના બગીચાની લૉન પર ખુલ્લા પગે ચાલવું ખૂબ ગમે છે

3.      વિરુદ્ધ અર્થ આપતા શબ્દો લખો. – સ્વદેશ , ગેરહાજર (02)

પ્રશ્ન : 5 શિયાળાની સવાર વિશે પાંચ વાક્યો લખો.  (5)


STD 6 GUJARATI SEM 1- EKAM 3 TO 6 EKAM KASOTI

 ધોરણ 6 ગુજરાતી પ્રથમ સત્ર એકમ 3 થી 6 માટેની વૈકલ્પિક પ્રશ્નવાળી કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો .

વિદ્યાર્થીઓ માટે સૂચના છે અહીં માત્ર વૈકલ્પિક પ્રશ્નોવાળી એકમ કસોટી મુકેલ છે . એક વાક્યમાં જવાબ મળે એવા કે નિબંધ પ્રકારના પ્રશ્નો માટે શિક્ષક ના માર્ગદર્શન હેઠળ ઘરે બેસીને મહાવરો કરવો. જેથી બંને પ્રકારના પ્રશ્નોમાં કોઈ સમસ્યાના સર્જાય અને આપણું પરિણામ હમેશા વધુ સારું બને એવી અપેક્ષા સહ આભાર ...



👉👉કસોટી આપવા મને ટચ કરો👈👈

 ધોરણ ૬ -ગુજરાતી -એકમ -૩ દ્વિદલ -એકમ કસોટી 

એકમ કસોટી આપી તરત જ પરિણામ પ્રાપ્ત કરો અને જો ગુણ ઓછા આવે તો ફરી ફરી પ્રયાસ કરો જેથી કરીને આપનો મહાવરો પણ થઈ જશે .. તમે ઈચ્છો તો તમારા પરિણામનો સ્ક્રીન શોર્ટ લઈને તમારા શિક્ષકને પરિણામ મોકલી શકો છો અને એ રીતે તમારી પ્રગતિ દર્શાવી શકો છો . 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


👆👆તો તમે પણ તમારું સ્વ-મૂલ્યાંકન કરીને તમારા 👆👆પોતાના સ્વ-અભ્યાસ માટેનો આત્મ સંતોષ પ્રાપ્ત કરો.

ધોરણ ૬ ગુજરાતી પ્રથમ સત્ર -એકમ -૨-હિન્દ માતાને સંબોધન -એકમ કસોટી

 ધોરણ ૬ ગુજરાતી  પ્રથમ સત્ર -એકમ -૨-હિન્દ માતાને સંબોધન -એકમ કસોટી 

શાળા બંધ છે શિક્ષણ નહીં એ ઉપક્રમે વિદ્યાર્થી ઘરે  બેઠા ટેસ્ટ આપી શકે અને તત્કાળ પોતાનું પરિણામ મેળવી શિક્ષક સાથે પોતાનું પરિણામ શેર કરી શકે તે હેતુથી આ ઓનલાઇન એકમ કસોટીઓનું આયોજન કરવાનો ઉપાય મને સૂજ્યો અને મે તરત જ તેના પર અમલ શરૂ કર્યો જેના ફળ સ્વરૂપ આજે ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે રોજે રોજે ચાલેલ એકમ પ્રમાણેની કસોટીઓ બનાવી ને બ્લોગ દ્વારા શેર કરું છું .. ભાષા સિવાય અન્ય વિષયની એકમ કસોટીઓ પણ ટૂંક સમયમાં બ્લોગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે જેનો લાભ ગુજરાતના ધોરણ ૬ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને મળે એવી મને અપેક્ષા છે. 
  • આ એકમ કસોટી દ્વારા નીચે પ્રમાણેના લાભ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને મળે છે .👇
  1. વિદ્યાર્થી મુક્ત વાતાવરણમાં પોતાના સમય પ્રમાણે કસોટી આપી શકે છે અને તરત જ પરિણામ મેળવી લે છે . 
  2. વિદ્યાર્થી મોબાઇલમાં સ્ક્રીન શોર્ટ પાડીને પોતાના શિક્ષકને પરિણામ  પહોંચાડી શકે છે. 
  3. કોરોના મહામરીમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન શક્ય બને છે. 
  4. વિદ્યાર્થી એક કરતાં વધુ વાર આ એકમ કસોટી આપીને જે તે ક્ષમતા સિદ્ધ કરી શકે છે .     
  5. આ પ્રકારની નાવીન્ય સભર કસોટીઓ પ્રથમવાર આપતો હોવાથી વિદ્યાર્થીનો ઉત્સાહ જળવાઈ રહે છે તેને કંટાળો આવતો નથી . 
  6. આ પ્રકારની એકમ કસોટીઓ દ્વારા ડિજિટલ એજ્યુકેશનને વધુ વ્યાવહારું અને  રસપ્રદ બનાવી શકાય છે. 
  7. ખરાબ અક્ષર ધરાવતા પણ વિષયવસ્તુને સારી રીતે સમજતા વિદ્યાર્થી ધાર્યું પરિણામ મેળવી શકતા નથી જેથી તેમનું કોન્ફિડેંસ લેવલ નીચું આવી જાય છે જે આ પ્રકારની કસોટી દ્વારા સુધારી શકે છે. 
  8. લેખિત પરીક્ષા જેટલો સમય આ કસોટીમાં લાગતો નથી જેથી વિદ્યાર્થીને પ્રશ્ન ઝડપથી પૂરો કરવાની બિલકુલ ઉતાવળ રહેતી નથી અને તે સારી રીતે પ્રશ્નનું ચિંતન કરી જવાબ આપી આપી શકે છે. 
  • આ એકમ કસોટીમાં નીચે પ્રમાણેની અધ્યયન ઉપલબ્ધીઓનું મૂલ્યાંકન આવરી લેવામાં આવ્યું છે . 
  1. સાંભળેલી  કે વાંચેલી સામગ્રી માંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નોના જવાબ આપી શકશે. 
  2. આશરે  ૩૦૦૦ જેટલા શબ્દો જાણશે અને વ્યાવહારિક ઉપયોગ કરી શકશે. 
  3. કવીન ભાવાર્થને સમજી શકશે. 
  4. વ્યાવહારિક વ્યાકરણનો ઉપયોગ કરી શકશે.    

કસોટી આપવા માટે નીચેની લિન્ક પર ટચ કરો. વિદ્યાર્થીઓને સૂચન છે  કે તેઓ કસોટીમાં પોતાનું નામ,પોતાની શાળાનું નામ અને ગામનું નામ સ્પષ્ટ રીતે લખે જેથી ગુણપત્રક બનાવવામાં મુશ્કેલી ના સર્જાય...👇👇👇👇👇👇


ઘરે રહો સુરક્ષિત રહો -પઢતે રહો આગે બઢતે રહો